Jeetendra sagar

Jeetendra sagar

બુધવાર, 4 મે, 2011

True story of Village


આ છે લીંબડી તાલુકા ના ફૂલવાડી ગામ ની વાસ્તવિકતા ,આજાદી ના ૬૩ વર્ષ પછી પણ આ ગામ ની મહિલા ઓ ને દરરોજ  પોતાના જીવન ના ૪ કલાકો માત્ર પાણી ભરવા પાછળ ખર્ચ  કરવા પડે છે . નોંધનીય  બાબત તો એ છે કે આ ગામ ના સરપંચ એક મહિલા છે. અને  એ પણ એક દલિત મહિલા સરપંચ છે. આ ગામ માં સ્થાનિક  ધોરણે પીવા ના પાણી નો કોઈ સ્ત્રોત નથી.  હા, આ ગામ માં પાણી આવે છે જરૂર પણ માત્ર એવા લોકો ના ઘેર કે જેઓ  કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષ ને સમર્થન આપે છે.  આ   ફોટો માં  જે મહિલાઓ પાણી ભારે છે તે કોઈ જાહેર પાણી નો સ્ત્રોત નથી  પરંતુ સંજોગો વસાત   પાણી ની પાઈપ તૂટી ગયી હોવાથી  ગામ ની મહિલાઓ ત્યાંથી પાણી ભરે છે . જે આ  મહિલાઓ  માટે  ખુબજ સદભાગ્યની વાત છે.
       જયારે આ પાણી ના પ્રશ્ન માટે સરપંચ ની મુલાકાત લેવામાં આવી ત્યારે  સરપંચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે ગામ લોકો ની સાથે સાથે ગ્રામપંચાયત દ્વારા પણ અનેક વાર તાલુકા કક્ષાએ તથા જીલ્લા કક્ષા એ  રજૂઆત કરવા માં આવી છે પણ  આ ગામ ની  સમસ્યા બાબતે તાલુકા કે જીલ્લા કક્ષા ના અધિકારીઓ ને  રસ નથી કેમ કે  આ ગામ ના સરપંચ  એવા રાજકીય પક્ષ નેસમર્થ  આપે છે જ તાલુકા કક્ષા એ  વિરોધ પક્ષ માં છે .  માત્ર આ રાજકીય લોકો ના સંઘર્ષ માં  આખા ગામ ના લોકો પાણી ના ટીપે ટીપા માટે સંઘર્ષ કરીરહ્યા છે .
      જો પાણી ની તૂટેલી પાઈપ માંથી જો  પાણી મળી જાય તો એ ખુબ જ  સદભાગ્ય કહેવાય... નહીતર આ ગામ ની મહિલાઓ ને  પાણી ભરવા માટે ગામ થી  દૂર આશરે ત્રણ કિલોમીટર   સુધી પગે ચાલીને પાણી ભરવું પડે છે . અને  એવું નથી કે આ ગામ માં પાણી માટે કોઈ વ્યવસ્થા નથી  ઘરે ઘરે નળ કનેક્શન આપેલા સે  પણ પાણી લોકો ના ઘર સુધી પહોચે ત્યાં સુધીમાં તો  ગામ ના સ્થાપિત હિતો દ્વારા બધુજ પાણી ઇલેક્ટ્રિક મોટર દ્વારા ખેંચી લેવામાં આવે છે . અને આ બાબતે  ગામ ના સરપંચ પણ કઈ કરી શકતા નથી  કેમકે ઉપર થી આવતું રાજકીય દબાણ ને લીધે  આ ગામ ના  મહિલા સરપંચ ની વાત પણ કોઈ સાંભળતું નથી . અને  જયારે જયારે આ  પ્રશ્ન  ની સામે લડત આપવા સંગઠન બનાવવા ની વાત  કરવામાં આવે ત્યારે જ્ઞાતિ પ્રથા ,ભેદભાવ જેવા મોટા પડકારો સામે આવીને ઉભા રહે છે  કેમકે  સરપંચ  એક દલિત છે. અને વધુ માં રાજકીય દબાણ...  
     જયારે પીવાના પાણી માટે  મનુષ્યે  આટલો સંઘર્ષ કરવો પડે છે ત્યારે  પશુ પંખીઓ ની તો વાત જ ક્યાં રહી.. એક સ્થાનિક  સર્વે મુજબ  આ ગામ માં લગભગ ૪૦ જેટલા મોર રહેતા હતા . પરંતુ ગામ ની પાણી ની સમસ્યા જેમે જેમ વિકટ બની તેમ તેમ આ ગામ માંથી મોર ની સંખ્યા ઘટી ગયી અને હાલ માતો કોઈ મોર જોવા મળતો નથી .
આ માત્ર એક ગામ ની કહાની નથી . લીંબડી , સાયલા, અને નળકાંઠા વિસ્તાર ના મોટાભાગ ના ગામો માં આવીજ પરિસ્થિતિ છે.  અને તેના માથે મુખ્યત્વે જવાબદાર છે આ રાજકારણ !!!!!   મારા મત અનુસાર જો રાજકારણ લોકો ના હિત માટે કરવામાં આવે  તો એમાં કઈ ખરાબી નથી પણ  માત્ર પોતાના સ્વાર્થ  ખાતર લોક હિત ને જોખમ માં મુકવાનું  જે છીછરું રાજ કારણ  કરવામાં આવે છે તે જ  ખરેખર  રાજ કારણ ને ગંદુ બનાવે છે
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો