Jeetendra sagar

Jeetendra sagar

મંગળવાર, 31 મે, 2011

શીદ ને પીવે રે, શીદ ને પીવે રે ...

     શીદ  ને પીવે રે,   શીદ ને પીવે રે  છાટોક  દારૂડિયો રે શીદ ને પીવે રે.... 

   તે તો ખેતર વેચી ને દારુ પીધો , તે તો બળદ વેચીને દારુ પીધો ,
   તે તો નાર કેરા ઘરેણા વેચ્યા , દારુડીયો શીદ ને પીવે રે...
                               એને જીંથરી ભેગો કરો , દારુડો શીદ ને પીવે રે...  શીદને પીવે રે... 
  શીદને ખાવે રે શીદને ખાવે રે ઝેરી માવા તમાકુ શીદ ને ખાવે રે 
  તારા મોઢા માં ચાંદા પડશે , તારા ફેફસા સડી જશે 
                             એને સિવિલ ભેગો કરો , તમાકુ શીદ ને ખાવે રે 
શીદને પીવે રે બીડી સિગારેટ  શીદ ને પીવે રે ...
તને કલેજે કાણા પડશે, તને શ્વાશનું દરદ થશે.. 
                            એ નક્કી ટીબી માં જશે ... સિગારેટ શીદ ને પીવે રે 
તારા નિત નિત ટાંટિયા તુટશે ,તને શરીર માં કળતર થશે 
તારા સગા સંબંધી રોવે , તેતો આબરૂ મૂકી નેવે...  વ્યસન આવા શીદ ને કરે રે... 

હું છેલ્લા ૧૪ વર્ષ થી નવસર્જન નામ ની સંસ્થા સાથે જોડાઈ ને ભેદભાવ ની સામે અસહકાર નું જે આંદોલન  છે એમાં મારું યોગદાન આપી રહ્યો છું. હું પોતે માત્ર ધોરણ ૮ સુધી જ ભણેલો છું છતાં મારા અનુભવો ને આધારે હું કવિતા ઓ લખું છું અને સામાજિક પ્રશ્નો  લઇ ને લોકો ની સાથે હું લડત આપું છું .. હાલ માં હું નવસર્જન વિદ્યાલય કટારીયા મુકામે મેનજર તરીકે ફરજ બજાવું છું....

                                                                                             - મનજી કે જાદવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો